Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે જિલ્લાકક્ષાનો ૭૨મો વન મહોત્સવ યોજાયો

  • August 14, 2021 

ધરતીને વૃક્ષોથી હરિયાળી કરવાના આશયથી દર વર્ષની જેમ આ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે કૃષિ, ગ્રામ વિકાસમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ૭૨મો વન મહોત્સવ યોજાયો હતો.

 

 

 

 

સરકારી સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણની સમતુલા રાખવીએ માનવીનું કર્તવ્ય છે. માનવીના જીવન જીવવાની આધારશીલા વૃક્ષો છે. વૃક્ષો અંગારવાયુ ગ્રહણ કરીને આપણને પ્રાણવાયુ પુરો પાડે છે. કોરોના કાળમાં આપણને ઓકિસજનની મહત્વ સમજાયું છે ત્યારે ઓકિસજન આપનારા વૃક્ષોની જાળવણી કરવી જરૂરી છે. સુરત જિલ્લામાં ૨૪ નર્સરીઓમાં ૨૪ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે ત્યારે તેનો મહત્તમ લાભ લઈને ઘર આંગણે, ખેતરના શેઢા-પાળા, નદીના કાંઠા વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

 

 

 

 

મંત્રી જણાવ્યું કે, રાજયમાં વન, જંગલોની જાળવણીની સાથે વનોની મહત્તા અને ગરીમા પ્રસ્થાપિત થાય તેવા આશયથી દર વર્ષે વનમહોત્સવોનુ આયોજન કરી રાજયભરમાં કરોડો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. રાજયમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવાની પરંપરા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી. દરેક જિલ્લા-તાલુકાકક્ષાએ વનમહોત્સવ યોજીને રાજયમાં વધુને વધુ વાવેતર કરવા માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આપણી ધરતીને વધુને વધુ વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવાની હિમાયત મંત્રીશ્રીએ કરી હતી.

 

 

 

 

આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનો અનેરો મહિમા દર્શાવ્યો તેમ જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનવીના જન્મથી લઈને મૃત્યૃ સુધી દરેક ક્રિયાઓમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. વૃક્ષોથકી જ જમીનમાં ભેજ સંરક્ષણ અને ફળદ્રુપતા વધારો થાય છે. આપણે જેમ વહાલસોયા સંતાનોના ઉછેર કરીએ છીએ તેમ વૃક્ષોનો ઉછેર અને સંવર્ધન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

 

 

 

 

ʻʻમને વ્હાલા વતનના ઝાડવા રે, તમે જીવો વતનના ઝાડવા રેʾʾ ની પંકિતઓ ટાકતા મંત્રીશ્રીએ કહ્યું કે, જયારે માનવી પોતાના વતનથી દુર જાય છે ત્યારે તેમને બાલ્યાકાળના સ્મંસરણો યાદ આવતા હોય છે તેમાય ખાસ કરીને વતનના વૃક્ષોની યાદ આવતી હોય છે. જેથી વૃક્ષોનું વાવેતર કરીને ધરતીને હરિયાળી કરવાનો સંકલ્પ લેવા સૌને હાકલ કરી હતી.

 

 

 

 

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે સુરત જિલ્લાને હરિયાળો બનાવવા માટે લોકો પરંપરાગત વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડી.એન.રબારીએ જણાવ્યું કે, આ વર્ષે વનમહોત્સવમાં રસ્તા, ગૌચરની જમીનો, ખેડુતોની માલિકી જમીનોમાં ૫૭૦ હેકટરમાં ૪.૬૪ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના ૩૯ ગામોમાં વૃક્ષોની ધનતામાં ૪૮ ટકા જેટલો વધારો થયો છે. વનીકરણ વિભાગ દ્વારા વિવિધ નર્સરીઓ ઉછેરવામાં આવેલા લાખો રોપાઓને નાગરિકો, સંસ્થાઓ, ખેડુતો રાહતદરે મેળવીને વૃક્ષોનું વાવેતર કરવા સૌને અપીલ કરી હતી. આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાની તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતોને પટ્ટી વાવેતરની ઉભા વૃક્ષોની હરાજી કરતા ઉપજેલ આવકના ચેકોનું વિતરણ તથા વન્ય પ્રાણી બચાવક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application