સોનગઢના ઉકાઈ-વર્કશોપમાં બહાર ગામ ગયેલા પરિવારના બંધ ઘરને ટાર્ગેટ કરી ત્રાટકેલા અજાણ્યા ચોરટાઓએ રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેણા તેમજ લેપટોપ ચોરી ફરાર થઈ જતા ઉકાઈ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં આવેલ વર્કશોપ સેકટર-5, 3/બી રૂમ નંબર-65 માં રહેતા મેહુલભાઈ નંદકિશોરભાઈ મિશ્રા ગઈ તા.30મી એપ્રિલ નારોજ તેઓ પોતાના ઘરને તાળું મારી પોતાના મૂળ ગામ રૂમકી તલાવ,નિઝર ખાતે ગયા હતા તેઓ પરત ઉકાઈ ખાતે તા.13મી મે નારોજ આવી જોયું તો ઘરના દરવાજાને લગાવેલું તાળું તુટેલુ હતું.
તપાસ કરતા ઘરના દરવાજાને લગાવેલું તાળુ કોઈક વસ્તુથી તોડી ઘરમાં પ્રવેશેલા અજાણ્યા ચોરટાઓ બેડરૂમમાં આવેલ લાકડા તેમજ લોખંડનો કબાટ ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 90,240/- તથા 1-લેપટોપ જેની કિંમત રૂપિયા 15,000/- તથા રોકડ રકમ રૂપિયા 43,000/- મળી કુલ્લે રૂપિયા 1,48,240/- ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા.
બનાવ અંગે મેહુલભાઈ મિશ્રાએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તા.14મી મે નારોજ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.(ફોટો,કલ્પેશ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500