3 ફેબ્રુઆરીને શનિવારે તરલ ભટ્ટને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેની સામે તરલ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે, અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધીપૈસાની માંગણી કરી નથી. સમગ્ર કાંડના મુખ્ય આરોપી SOGના અધિકારીઓ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, ડેટા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? વધુમાં બચાવ પક્ષની દલીલ કરી હતી, તરલ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે.
વધુની સુનાવણી આગામી સમયમાં સેશન્સ જજ દ્વારા હાથ ધરાવામાં આવશે. ATSએ આરોપીની રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુક્યાં જૂનાગઢની કોર્ટમાં ATS દ્વારા તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેમણે પોલીસ કસ્ટડીમાં જ પૂછપરછ થાય તેવી વાત રિમાન્ડના કારણોમાં જણાવ્યું છે. આ સંદર્ભે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેના અલગ-અલગ કારણોમાં તરલ ભટ્ટ પાસેથી ટેકનિકલ ડિટેલથી લઈને વિગતો મેળવવાની પણ બાકી હોવાની વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ATS દ્વારા રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યાં છે.
જૂનાગઢના કથિત તોડકાંડના આરોપી તરલ ભટ્ટને એક સમયે અમદાવાદ શહેરની સૌથી મહત્ત્વની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ વિવાદ થતાં તેની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી. હવે તે ATSની તપાસનો આરોપી છે અને અધિકારીઓ તેની સાથે આરોપી જેવું જ વર્તન કરે એવો પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે તેની સાથે કામ કરતા ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ, અધિકારીઓ હવે તેનાથી અંતર રાખીને લોકમાં રાખ્યો એવો દાવો કરી રહ્યા છે. જ્યારે તેને અન્ય આરોપીની જેમ આવતું ટિફિન જ અપાયું એવું કહી રહ્યા છે. મોડી રાતે તરલ ભટ્ટને બાય રોડ જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જો કોર્ટ દ્વારા રિમાન્ડ મજૂર કરવામાં આવશે તો તરલ ભટ્ટને એટીએસના કડક સવાલોનો સામનો કરવો પડશે. જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા તેમના જ એક સમયના સાથી સામે તપાસની શરૂઆત કરવામાં આવી છે. એ જ રીતે એક સમયે અલગ- અલગ તપાસમાં મદદ કરતો તરલ ભટ્ટ હવે એટીએસનો આરોપી બન્યો છે.
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસકર્મચારીઓ સામે જૂનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી છે. તેણે એકાઉન્ટ ફ્રીઝનું રેકેટ શરૂ કર્યું અને આ ડેટા પણ તેણે અગાઉની તપાસનો ભેગો કરેલો હતો, એટલે કે હવે એ દિશામાં પણ એટીએસને પુરાવા મળ્યા છે અને તેમને મળતિયાઓ પાસેથી આ ડિટેઇલ ભેગી કરી છે. તરલ ભટ્ટ એક સમયે સાયબર ક્રાઇમનો ડિટેકશન માટે માસ્ટર ગણાતો હતો. સાયબર ક્રાઇમની કોઈપણ ગતિવિધિ માટેની તપાસમાં તે ખૂબ જ માસ્ટર ગણાતો હતો, તે હવે ખુદ આરોપી છે. તેની સામે જ રિમાન્ડ અરજી તૈયાર થઈ છે. ગુજરાત એટીએસ તેને લઈને જૂનાગઢ કોર્ટ પહોંચશે, જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ તેના રિમાન્ડ માગવામાં આવશે. એટીએસ દ્વારા આ સમગ્ર કેસની અંદર સંખ્યાબંધ પુરાવા ભેગા કરાયા છે. એને આધારે તરુણ ભટ્ટની સામે મોટા ભાગના પુરાવા એકત્ર થયા હોવાની પણ એટીએસના અધિકારી પાસેથી વિગત જાણવા મળી રહી છે. આરોપીઓને પોપટની જેમ બોલાવતો ખુદ આરોપી બન્યો જ્યારે પીએસઆઇ તરીકે તરલ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચમાં હતો, ત્યારે અનેક આરોપીઓને થર્ડ ડિગ્રી આપી તેમની પાસેથી પોપટની જેમ રટણ કરાવતો હતો.
હવે તે ખુદ આરોપી છે અને તેણે પોલીસની તપાસનો ભાગ બનવું પડશે. ત્યારે હવે એટીએસ કઈ રીતે તેની પાસેથી સવાલોના જવાબ કઢાવે છે એ એક મહત્ત્વનો વિષય બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તરલ ભટ્ટને એટીએસની કચેરીના ત્રીજા મળે રાખવામાં આવ્યો હતો, જ્યાં તેને આરોપીને આપવામાં આવતું ટિફિન જમવા આપવામાં આવ્યું હતું. એક સમયે તેની આસપાસ ફરતા લોકો હવે તેનાથી અંતર કરવા લાગ્યા છે, એવું પણ જાણવા મળી રહ્યું છે,આજરોજ 3 ફેબ્રુઆરીને શનિવારે તરલ ભટ્ટને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેની સામે તરલ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે, અરજદાર પાસેથી તરલ ભટ્ટે સીધીપૈસાની માંગણી કરી નથી. સમગ્ર કાંડના મુખ્ય આરોપી SOGના અધિકારીઓ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, ડેટા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? વધુમાં બચાવ પક્ષની દલીલ કરી હતી, તરલ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે. વધુની સુનાવણી આગામી સમયમાં સેશન્સ જજ દ્વારા હાથ ધરાવામાં આવશે.
ATSએ આરોપીની રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુક્યાં જૂનાગઢની કોર્ટમાં ATS દ્વારા તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેમણે પોલીસ કસ્ટડીમાં જ પૂછપરછ થાય તેવી વાત રિમાન્ડના કારણોમાં જણાવ્યું છે. આ સંદર્ભે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેના અલગ-અલગ કારણોમાં તરલ ભટ્ટ પાસેથી ટેકનિકલ ડિટેલથી લઈને વિગતો મેળવવાની પણ બાકી હોવાની વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ATS દ્વારા રિમાન્ડના 13 કારણો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યાં છે. જૂનાગઢના કથિત તોડકાંડના આરોપી તરલ ભટ્ટને એક સમયે અમદાવાદ શહેરની સૌથી મહત્ત્વની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું. ત્યાર બાદ વિવાદ થતાં તેની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી. હવે તે ATSની તપાસનો આરોપી છે અને અધિકારીઓ તેની સાથે આરોપી જેવું જ વર્તન કરે એવો પ્રયાસ કરી રહ્યા છે.
એક સમયે તેની સાથે કામ કરતા ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ, અધિકારીઓ હવે તેનાથી અંતર રાખીને લોકમાં રાખ્યો એવો દાવો કરી રહ્યા છે. જ્યારે તેને અન્ય આરોપીની જેમ આવતું ટિફિન જ અપાયું એવું કહી રહ્યા છે. મોડી રાતે તરલ ભટ્ટને બાય રોડ જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જો કોર્ટ દ્વારા રિમાન્ડ મજૂર કરવામાં આવશે તો તરલ ભટ્ટને એટીએસના કડક સવાલોનો સામનો કરવો પડશે. જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા તેમના જ એક સમયના સાથી સામે તપાસની શરૂઆત કરવામાં આવી છે. એ જ રીતે એક સમયે અલગ- અલગ તપાસમાં મદદ કરતો તરલ ભટ્ટ હવે એટીએસનો આરોપી બન્યો છે.
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસકર્મચારીઓ સામે જૂનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી છે. તેણે એકાઉન્ટ ફ્રીઝનું રેકેટ શરૂ કર્યું અને આ ડેટા પણ તેણે અગાઉની તપાસનો ભેગો કરેલો હતો, એટલે કે હવે એ દિશામાં પણ એટીએસને પુરાવા મળ્યા છે અને તેમને મળતિયાઓ પાસેથી આ ડિટેઇલ ભેગી કરી છે. તરલ ભટ્ટ એક સમયે સાયબર ક્રાઇમનો ડિટેકશન માટે માસ્ટર ગણાતો હતો. સાયબર ક્રાઇમની કોઈપણ ગતિવિધિ માટેની તપાસમાં તે ખૂબ જ માસ્ટર ગણાતો હતો, તે હવે ખુદ આરોપી છે. તેની સામે જ રિમાન્ડ અરજી તૈયાર થઈ છે. ગુજરાત એટીએસ તેને લઈને જૂનાગઢ કોર્ટ પહોંચશે, જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ તેના રિમાન્ડ માગવામાં આવશે. એટીએસ દ્વારા આ સમગ્ર કેસની અંદર સંખ્યાબંધ પુરાવા ભેગા કરાયા છે. એને આધારે તરુણ ભટ્ટની સામે મોટા ભાગના પુરાવા એકત્ર થયા હોવાની પણ એટીએસના અધિકારી પાસેથી વિગત જાણવા મળી રહી છે.
આરોપીઓને પોપટની જેમ બોલાવતો ખુદ આરોપી બન્યો જ્યારે પીએસઆઇ તરીકે તરલ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચમાં હતો, ત્યારે અનેક આરોપીઓને થર્ડ ડિગ્રી આપી તેમની પાસેથી પોપટની જેમ રટણ કરાવતો હતો. હવે તે ખુદ આરોપી છે અને તેણે પોલીસની તપાસનો ભાગ બનવું પડશે. ત્યારે હવે એટીએસ કઈ રીતે તેની પાસેથી સવાલોના જવાબ કઢાવે છે એ એક મહત્ત્વનો વિષય બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તરલ ભટ્ટને એટીએસની કચેરીના ત્રીજા મળે રાખવામાં આવ્યો હતો, જ્યાં તેને આરોપીને આપવામાં આવતું ટિફિન જમવા આપવામાં આવ્યું હતું. એક સમયે તેની આસપાસ ફરતા લોકો હવે તેનાથી અંતર કરવા લાગ્યા છે, એવું પણ જાણવા મળી રહ્યું છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024