તાપી જિલ્લો સહિત રાજયમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને વ્હીકલ ટ્રેકીંગ ડીવાઈસ (VDT) લગાવવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નર દ્વારા નકકી કરવામાં આવ્યું હતું.વ્હીકલ ટ્રેકીંગ ડીવાઈસ લગાવવાની કામગીરી તા.૩૦-૦૯-૨૦૨૩ સુધીમાં પૂરી કરવાની હતી જોકે રજૂઆત બાદ વધુ ૧ માસનો તા.૦૧-૧૧-૨૦૨૩ સુધીમાં પૂરી કરવાની હતી.
પરંતુ આ અંગે તાપી જિલ્લા રેતી કવોરી લીઝ હોલ્ડર્સ એસોસિયએશન સહિત રાજ્યના સુરત, કચ્છ અને બનાકાંઠાના એસોસિયએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ જીપીએસ ( VDT) લગાવવાની મુદ્દત લંબાવીને તા.૧૫-૧૨-૨૦૨૩ સુધીની કરવામાં આવી છે.સરકારના આ નિર્ણયથી જિલ્લા રેતી કવોરી લીઝ હોલ્ડર્સ એસોસિયએશનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તાપી જિલ્લા રેતી કવોરી લીઝ હોલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખશ્રી મનીષભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે,સમગ્ર રાજ્યનાં રેતી લીઝ ધારકો, ટ્રક માલિકો તેમજ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો ગરીબ મજૂર લોકોની રોજગારી બાબતે કલેકટરશ્રી તાપીને રજૂઆત કરી હતી.તા.૦૬-૧૧-૨૦૨૩ નરોજ કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈ જી.પી.એસ.લગાવવાની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો એ બદલ રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખશ્રી સી.આર પાટીલ સાહેબ તેમજ ખાણ ખનીજ વિભાગના કર્તવ્ય નિષ્ઠ કમિશનરશ્રી ધવલ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
રેતી કવોરી લીઝ હોલ્ડર્સની રજૂઆત સાંભળી તેને ગંભીરતાથી લઇ આજે લાખો ટ્રક માલિકો રેતી લીઝ ધારકો તેમજ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો ગરીબ મજૂર પરિવારોની વ્યથા અને વેદના સમજી અને જે હકારાત્મક અભિગમ અપનાવી સરકારશ્રી દ્વારા ત્વરીત નિર્ણય કરી લાખો ગરીબ મજૂરોની દિવાળી સુધારવાનાં સરકારના આ નિર્ણયને રેતી કવોરી લીઝ હોલ્ડર્સ એસોસિયએશને આવકાર્યો છે.વધુમાં સમગ્ર રાજ્યના તમામ લીઝ ધારકો, હજારો ગરીબ મજૂર પરિવારો વતી માનનીય મુખ્યમંત્રીશ્રી ,ખાણ ખનીજ કમિશ્નરશ્રી તેમજ સમગ્ર સરકારી તંત્રનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500