મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામના પૂર્વ હળપતિવાસ ફળિયામાં ભાથીજી મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ચકલી પોપટનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે વાલોડના એક ઈસમને વોન્ટેડ જાહેર કરી સ્થળ ઉપરથી રૂપિયા ૫૩,૦૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૨/૦૪/૨૦૨૫ નાંરોજ બાજીપુરા બીત વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાજીપુરા ગામના પૂર્વ હળપતિવાસ ફળિયામાં ભાથીજી મંદિર નજીક ખુલ્લી જગ્યામાં આરીફ તસ્બર શેખ નામનો ઈસમ ચકલી પોપટનો જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાજીપુરા પુર્વ હળપતિવાસ ફળીપામાં ભાથીજી મંદિર પાસે જાહેરમાં બેસી મોબાઈલની લાઇટના અજવાળે આવતા જતા લોકો પાસેથી કલી પોપટનો હારજીતનો જુગાર રમી રમાડતા આરીફ તસ્બર શેખ (રહે.જંગલશા બાવાની દરગાહ પાસે, લીંબાયત, સુરત), દિનેસ કાંતીભાઈ ઢીમ્મર (રહે.માછીવાડ, સૈયદપુરા, સુરત), બિનેશ જીતુભાઈ ગામીત (રહે.વાલોડ ચાર રસ્તા પાસે), સુનિલ રાજુભાઈ હળપતિ (રહે.ઇનમાં ગામ, વાંસ ફળીયું, વાલોડ) અને રામુભાઈ ભંગારભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ) નાઓને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી પાંચે ઈસમોની અંગ ઝડતી કરતા મળી આવેલ રોકડા રૂપિયા ૧૮,૦૬૦/-, મોબાઈલ નંગ-૩ અને એક એક્ટીવા મોપેડ તેમજ એક પ્લાસ્ટીકનું અલગ અલગ ચિત્રો દોરેલ બેનર, એક સ્કાય બ્લ્યુ કલરના કાગળ પર ગુલાબી તથા જાબુંડી કલરની ચિઠ્ઠીઓ ચોટાડેલ કાગળ નંગ-૧ અને સ્કાય બ્લ્યુ કલરનું ચિઠ્ઠીઓ ઉખડેલી હાલતમાં રહેલ કાગળ નંગ-૧ મળી કૂલ રૂપિયા ૫૩,૦૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે આ કામે સાથે વાલોડનો સોહેલ જાકીર અંસારીને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. યોગેશભાઈ પાડવીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ પાંચેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500