ડોલવણના એક યુવકનાં મોબાઈલ ઉપર કોઈ અજાણ્યાએ ફોન કરી છોકરાનું ઓપરેશન હોવાનું તેમજ પોતાનું ગુગલ પે બંધ હોવાના બહાના હેઠળ રૂ.૧૬,૨૦૦/-ની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાના ઢોડિયાવાડ ફળીયાના રહીશ ધર્મેશભાઈ પટેલના ફોન ઉપર તારીખ ૮-૨-૨૫ નારોજ અજાણ્યાનો ફોન આવ્યો હતો.
તેણે જણાવ્યું કે, મારા છોકરાનું ઓપરેશન કરાવવાનું છે, પરંતુ મારુ ગુગલ પે બંધ છે તમારા ખાતામાં પૈસા નાંખું છું જે મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો અને તારો જે ચાર્જ થાય તે લઈ લેજે તેમ કહી યુવકના ખાતામાં રૂ.૩૫,૦૦૦/- જમા થયાનો ટેક્ષ મેસેજ મોકલ્યો હતો. જેને ધ્યાનમાં લઈ યુવકે અજાણ્યાના કહ્યા મુજબ મોકલેલ મોબાઇલ નંબર ઉપર રૂ.૧૦,૦૦૦ ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કરાવ્યા તેમજ ગુગલ પે એડ નોટમાં અનુક્રમે રૂ.૩૯૯૯, રૂ.૨૨૦૧ મળી કુલ રૂ.૧૬,૨૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. અજાણ્યાએ છોકરાના ઓપરેશનના નામે વિશ્વાસમાં લઈ નાણાં ટ્રાન્સફર કરાવી લીધા જયારે યુવકના ખાતામાં રૂ.૩૫ હજાર જમાં થયાનો સાદો ટેક્ષ મેસેજ મોકલી જેની સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ધર્મેશભાઈ પટેલએ અજાણ્યા ઇસમ સામે ડોલવણ પોલીસ મથકે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૪મું સફળ અંગદાન
April 12, 2025નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025