Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસે આંતર રાજ્ય ગેંગની બે મહિલા સહીત ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • September 24, 2024 

તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તાપી જિલ્લાનાં વ્યારા, નિઝર તથા મહારાષ્ટ્ર રાજ્યનાં વિસરવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેકટ ગુના શોધી કાઢી બે પુરુષ તથા બે મહિલા આરોપીઓને કુલ રૂપિયા ૭૦,૯૨૦/-નો મુદ્દામાલ સાથે આંતર રાજ્ય ગેંગને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ માણસો તારીખ ૨૧/૦૯/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો બેસી પેટ્રોલીંગમાં હતાં.


તે દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કો. રોનક સ્ટીવનસન નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગત તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ વ્યારા ટાઉન મેઇન શાકભાજી બજાર ઇમરાન બીરીયાની વાળાની દુકાને બનેલ ચીલઝડપમાં સંડોવાયેલ આરોપીઓના સી.સી.ટી.વી. ફુટેજ અંગત ખાનગી બાતમીદારોને બતાવેલ હોય જે સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાતા મોટરસાયકલ સવાર એક પુરૂષ ઇસમ તથા એક સ્ત્રી અન્ય એક પુરૂષ તથા એક સ્ત્રી સાથે એક હોન્ડા કંપનીની લાલ સીલ્વર પટ્ટાવાળી કાળા કલરની મોટર સાઈકલ નંબર MP/39/ZC/2210 સાથે વ્યારા કોલેજનાં બસ સ્ટેન્ડ પાસે ઉભા છે.


જે બાતમીનાં આધારે બાતમીવાળી જગ્યાએ આવતા ત્યાંથી ચારેય જણા જેમાં બે પુરુષ અને બે સ્ત્રીને વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા જેથી ચારેયને આયોજન પુર્વક કોર્ડન કરી લઇ તમામના નામઠામ પુછતા તેમણે પોતાના નામ જેમાં પહેલાએ બાબુ લખપતસીંહ સીસોદીયા (ઉ.વ.૨૪.,રહે.કડીયાસાસી, પોસ્ટ-પીલ્યારાસોદા, થાના-બોડા, તા.પચોરા, જિ.રાજગઢ, મધ્યપ્રદેશ) બીજાએ સચીન ભગવાનસિંહ સીસોદીયા (ઉ.વ.૩૬.,રહે.કડિયાસાસી,પોસ્ટ-પીયારાસોદા,થાના-બોડા,તા.પચોરા,જિ.રાજગઢ, મધ્યપ્રદેશ) અને જુલી તે બાદલ ભટુઆ ભાનેરીયાની પત્ની (ઉ.વ.૩૪.,રહે.કડિયાસાસી,પોસ્ટ પીલ્યારાસોદા, થાના-બોડા,તા.પચોરા,જિ.રાજગઢ, મધ્યપ્રદેશ) તથા જયોતિ તે પદમસીંહ સમુહ સિસોદિયાની પત્ની (ઉ.વ.૩૮.,રહે.કડિયાસાસી,પોસ્ટ-પીયારાસોદા,થાના-બોડા,તા.પચોરા, જિ.રાજગઢ, મધ્યપ્રદેશ)નાં હોવાનુ જણાવ્યું હતું.


ત્યારબાદ તમમાની અંગઝડતી કરતા અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો જેની કિંમત રૂપિયા ૧૫,૪૨૦/- તથા બે નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫,૫૦૦/- તેમજ હોન્ડા કંપનીની મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા ચારેય જણાના આધારકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની નકલ મળી કુલ રૂપિયા ૭૦,૯૨૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ ચારેય પાસેથી મળી આવેલ રોકડ રૂપીયા બાબતે પુછપરછ કરતા તેમને ગત તારીખ  ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ વ્યારા ટાઉન મેઇન શાકભાજી બજાર ઇમરાન બીરીયાની વાળાની દુકાનેથી કરેલ રોકડા રૂપિયા ૫૦,૦૦૦/-ની ચીલઝડપના રૂપિયા હોવાનું કબુલાત કર્યું હતું. તેમને વધુ પુછપરછ કરતા તેમણે અગાઉ પણ કુકરમુંડા તેમજ મહારાષ્ટ્ર રાજયનાં વિસરવાડી ખાતે પણ આજરીતની ચીલઝડપ કરેલ હોવાનું કબુલ કરતા તમામ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓને અટક કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application