સોનગઢના ઉકાઈ વિસ્તારમાં હત્યાનો પ્રયાસ અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં તાપી પોલીસે વધુ એક આરોપીને બાઈક સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે
આરોપીને પકડી પાડવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા
મળતી માહિતી મુજબ સોનગઢના ઉકાઇ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૫૨૩૦૩૯૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ -૩૦૭,૩૪,૫૦૬(૨) તથા આર્મ એક્ટ કલમ - ૨૫ (૧) (એ) તથા જી.પી,એક્ટ કલમ–૧૩૫ મુજબના ગુનાના કામે સહ આરોપીને શોધી કાઢવા સારૂ ઉચ્ચઅધિકારીઓએ સુચના આપેલ હોય,જે અનુસંધાને તાપી એલસીબીના પીઆઈ આર.એમ.વસૈયા નાઓના સીધા માર્ગદર્શન તથા સુચના હેઠળ જીલ્લા એલસીબી તથા પેરોલ/ફર્લો શાખાના સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા,
સોનગઢ નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો
દરમિયાન આજરોજ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઉકાઈમાં હત્યાનો પ્રયાસ અને ફાયરીંગ કરવાના ગુન્હામાં નાસતો ફરતો સહ આરોપી મુકેશભાઇ કાશીરામ વળવી રહેવાસી,કરંજવેલ નિશાળ ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને સોનગઢ નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી ગુનામા વપરાયેલ બજાજ કંપનીની એવેન્જર બાઈક નંબર જીજે/૨૧/એડી/૨૨૩૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી સારૂ ઉકાઇ પોલીસ સ્ટેશનને જાણ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
કામગીરી કરનાર હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્ટેબલ
- અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઇ બ.નં.૬૫૫
- અ.હે.કો.જગદીશભાઇ જોરારામ બ.નં.૩૮૮,
- અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ બ.નં.૭૧૬,
- અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ બ.નં.૯૦૭,
- અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ બ.નં.૩૭૩
- અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ બ.નં.૭૧૪,
- અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ બ.નં.૭૪૦
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500