Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ ને મળી મોટી સફળતા : ટેમ્પો માં શેરડીની ચીમડી ની આડમાં દારૂની હેરાફેરી કરતા 7 ઇસમો ને કુલ રૂપિયા 12.49 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

  • January 14, 2021 

સોનગઢ ના શ્રાવણીયા ગામની સીમમાંથી ટેમ્પોમાં શેરડીની ચીમડીની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરા કરતા સાત ઇસમોને જીલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડી દારૂ સહિત કુલ રૂપિયા 12.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

 

 

મળતી માહિતી અનુસાર જીલ્લાના પોલીસવડા શ્રીમતિ સુજાતા મજમુદાર નાઓએ તાપી જીલ્લામાંથી પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તિને ડામવા સારૂ સુચના આપેલ હોય, એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડ નાઓ સાથે સ્ટાફના માણસો તા.12-જાન્યુઆરી નારોજ સોનગઢ તાલુકાના વિસ્તારમાં પ્રોહી રેઈડમાં નિકળેલા દરમ્યાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર થી એક પીકઅપ ટેમ્પો નંબર જીજે/05/બીવી/6832 ના ડ્રાઈવર તથા ક્લિનર પીકઅપ ટેમ્પોમાં શેરડીની ચિમડી ભરી તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્ષ ભરી વિરથવા ગામ થઈ સોનગઢ ફાટા થઈ વિમેર ગામ થઈ શ્રાવણીયા ગામ થઈ વ્યારા તરફ જનાર છે અને તેની આગળ એક સ્કોડા કાર નંબર જીજે/05/જેએન/2626 માં પાંચ ઇસમો સવાર છે, જેઓ ટેમ્પોની પાયલોટીંગ કરી રહ્યા છે, જેના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી.

 

 

 

દરમ્યાન સ્કોડા કાર માં સવાર પાંચેય આરોપીઓ પાયલોટીંગ કરી આવતા હોય ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તેઓની પાછળ ચાલતા ટેમ્પોને પણ એલસીબીની ટીમે ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પો માંથી તેનો ચાલક અને ક્લીનરના કબજા માંથી શેરડીની ચીમડી ની આડમાં લઈ જવાતો વ્હીસ્કી તથા ટીન બિયરના કુલ બોક્ષ નંગ-101 કુલ બોટલા નંગ-3672 જેની કિંમત રૂપિયા 2,67,600/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

 

આ બનાવમાં પકડાયેલો આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-8 જેની કિંમત રૂપિયા 29 હજાર તથા સ્કોડા કારની કિંમત રૂપિયા 5.50 લાખ તથા પીકઅપ ટેમ્પોની કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ રૂપિયા 12,49,600/- ના મુદામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે,આમ  જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ સપ્લાય કરનાર ગુન્હેગારોને ઝડપી પાડવામાં એલસીબી ટીમ ને મોટા પાયે દારૂના જથ્થાની હેરાફેરી થતી અટકાવવામાં સફળતા મળી છે.

 

 

 

સ્કોડા કારમાં પાયલોટીંગ કરતા પકડાયેલા આરોપીઓ..

(1) અજયકુમાર નાનુભાઈ ગામીત (ઉ.વ.29) રહે,તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી (2) હીતેનકુમાર હરીશભાઇ ગામીત (ઉ.વ.23) રહે,તાડકુવા મહુડી ફળીયુ તા.વ્યારા જી.તાપી (3) રાહુલભાઇ જયંતીભાઇ ગામીત (ઉ.વ.30) રહે,સરકુવા નવુ ફળીયુ તા.વ્યારા જી.તાપી (4) શયનેશભાઇ ચંપકભાઇ ગામીત (ઉ.વ.25) રહે, તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી (5) વિકાસ બચુભાઇ ગામીત (ઉ.વ.24) રહે,તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી નાઓએ પાયલોટીંગ કરી આવતા હોય ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

ટેમ્પો માંથી પકડાયેલા તેનો ચાલક અને ક્લીનર :

ટેમ્પોનો ચાલક (1) રાહુલભાઈ સોમાભાઈ ગામીત તથા ક્લિનર (2) સંજયભાઈ કિશનભાઈ ગામીત બંને રહે,મોટા તારપાડા નિશાળ ફળિયુ તા.સોનગઢ જી.તાપી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application