Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબી પોલીસે વોન્ટેડ આરોપી સાહીલ પઠાણ ને ઝડપી પાડ્યો

  • December 26, 2020 

નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ નો સ્ટાફ ખાનગી વાહનોમાં બેસી વાલોડ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા.

 

હેડેકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે

 

તે દરમિયાન હેડેકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બારડોલી પોલીસ મથકે II ગુ.ર.નં.127/2017 ધી ગુ.પ્રા.સે.અ.1954 ની કલમ-5,6(ક),(3), (4),8,9,10 (પશુ-ઘાતકીપણા) મુજબના ગુનાના નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાહીલ બાબુભાઇ પઠાણ રહે,પાદર ફળીયુ તા.વાલોડ જી.તાપી નાને વાલોડ તાલુકાના વેડછી સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી સાહિલ પઠાણ ની પૂછપરછ હાથ ધરતા આરોપીએ બારડોલી પોલીસ મથકે નોંધાયેલ ગુના ની કબુલાત કરી હતી.

 

 

વાલોડ તાલુકાના વેડછી સર્કલ પાસેથી આરોપી સાહિલ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો 

હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરી વધુ કાર્યવાહી કરવા સારૂ વાલોડ પોલીસ સ્ટાફના માણસો ને સોંપવામાં આવ્યો હતો.

 

આમ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં તાપી એલસીબી શાખાના પીઆઈ ડી.એસ.લાડ તથા તેમની ટીમને સફળતા મળી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application