આંતરરાષ્ટ્રીય મહિલા દિન, દર વર્ષે 8મી માર્ચ દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે, નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં રાખી તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓ માંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામમાં, ‘દીપ જીવન જયોત મહિલા અને બાળ વિકાસ’, નારી અદાલતના કોડીનેટર, આઇસી ડીએસ. વિભાગ તથા મહિલા પી.એસ.આઈ., બી.આર.ચૌધરીના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બહેનો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસગે દિપ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500