Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની શિવાજી સાર્વજનિક પુસ્તકાલયને ઉત્તમ ગ્રંથાલય સેવાનું પારિતોષિક મળશે

  • December 13, 2021 

વ્યારા નગરમાં આવેલ ગાયકવાડી રાજની સંસ્કાર પ્રવૃત્તિના પ્રતીક સમું ઐતિહાસિક ગ્રંથાલય શિવાજી સાર્વજનિક પુસ્તકાલય છેલ્લાં સો-સવાસો વર્ષોથી નગરને બેનમૂન ગ્રંથાલય સેવા આપી રહયું છે. તાજેતરમાં ગુજરાત રાજય રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે એની આ ગ્રંથાલય સેવાને પોંખી છે અને વર્ષ 20-21નું શહેર શાખા અને નગર કક્ષા-1નું ઉત્તમ ગ્રંથાલય સેવાનું પારિતોષિક જાહેર કર્યું છે. અંકે રૂપિયા બે લાખનું આ પારિતોષિક જાહેર સમારંભમાં એનાયત કરવામાં આવશે. વ્યારા નગરના આ ગ્રંથાલયનો સમયે સમયે જીર્ણોદ્ધાર થતો રહયો છે. જયારે છેલ્લે ડો.મહેન્દ્રભાઈ શાહ અને એમની ટીમે 1989માં એને અદ્યતન સાધન સુવિધાથી સજ્જ બનાવ્યું હતું.જોકે આ ગ્રંથાલય વાચકોને નિઃશૂલ્ક વાચન સેવા પૂરી પાડે છે અને જેમાં 40 હજાર ઉપરાંત પુસ્તકો ધરાવે છે. અહીં 6 હજાર જેટલાં અપ્રાપ્ય પુસ્તકોનો કિંમતી ખજાનો છે. મહિલા અને બાળ પુસ્તકાલયની અલગ વ્યવસ્થા છે. સાંધ્યગોષ્ઠિ, ‘મારુ પ્રિય પુસ્તક’ની આંતર શાળા સ્પર્ધા, ક્રિયેટિવ કોર્નર, બાળ ઘડતર અભિયાન, વિવિધ જાહેર સ્પર્ધાઓ, ગ્રીષ્મ શિબિર જેવી વિવિધ પ્રવૃત્તિઓથીએ ધમધમે છે. જાહેર વાચનખંડ ઉપરાંત બસો ઉપરાંત વિદ્યાર્થીઓને શાંત વાચન સુવિધા પૂરી પાડે છે એનું રળિયામણું પટાંગણ વાચનપોષક પ્રેરક વાતાવરણ પૂરું પાડે છે. પ્રમુખ મહેશભાઈ શાહ અને મંત્રી પ્રકાશભાઈ શાહના નેજા હેઠળ હાલએ ઉત્તમ સેવા પૂરું પાડી રહ્યું છે. ગ્રંથાલયે ગૌરવવંતાં 3 પ્રકાશનો પણ કર્યાં છે. ગ્રંથાલયનો ઈતિહાસ શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય, યાત્રાપથ તેમજ વ્યારાના સારસ્વતો અને સાંધ્યગોષ્ઠિ : એક વિચારયાત્રા આ પુસ્તકો ગ્રંથાલય સેવાની ઝળહળતી કારકિર્દીનો કિંમતી દસ્તાવેજ પૂરો પાડે છે. જોકે સંસ્થાની સ્થાપનાનાં 150 વર્ષની કરેલ ઉજવણી પણ યાદગાર રહી છે. જેમાં મંત્રી. ડો.દક્ષાબેન વ્યાસે 35 વર્ષની લાંબી ગ્રંથાલયમાં સેવા પૂરી પાડી છે. ગ્રંથાલયના વિકાસ અને પ્રગતિમાં અમૂલ્ય સિંહ ફાળો રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application