નિઝર તાલુકાના રાયગઢ ગામની સસ્તા અનાજની દુકાન મૂળ સંચાલકને પરત સોંપવા નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હળતાળ પર ઉતરવાની ચીમકી સાથે તાપી જિલ્લા કલેકટરને ગતરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાપી જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ નિઝર તાલુકાના રાયગઢ-૧ વ્યાજબી ભાવની દુકાન વનજાગૃતિ મહિલા બચત અને ધિરાણ જૂથ પિંપરીપાડા તા.નિઝર નાઓ ચલાવતા આવેલ છે પરંતુ ગત.૧૧ માસ ઉપર કેટલાક રેશનકાર્ડ ધારકોની રેશન દુકાન રાયગઢ ગામમાં લાવવાની છે તેમ ખોટી સમજ આપીએ સહીઓ મેળવી ખોટા આક્ષેપો લગાડી વ્યાજબી ભવાની દુકાનના સંચાલક ઉર્મિલાબેન જીતેન્દ્રભાઈ વસાવે વિરુદ્ધ અરજી કરવામાં આવેલ છે જેને આશરે ૧૧ માસ થવા આવેલ છે સંચાલક વિરુદ્દમાં ગેરવર્તણુક તેમજ ગેરરીતિ અંગેના આક્ષેપો મુકવામાં આવ્યા છે સદર આક્ષેપો પાયા વિહોણા છે અમારા વિસ્તારમાં ઇન્ટરનેટ ના અભાવે કુપન નીકળતા નથી જેથી ગ્રાહકોને જયારે સમય મળે ત્યારે કુપન કઢાવી આવતા હોય છે અને પાછળથી એ અનાજ લઈ જતા હોય છે. ગ્રાહકોને ધારા ધોરણ મુજબ અનાજ તથા કેરોસીન આપવામાં આવતું હતું.
પરંતુ કેટલાક કાર્ડ ધારકોને અરજદારો એ સંચાલકને હેરાન પરેશાન કરી વ્યાજબી ભાવની દુકાન છૂટવી લેવા માટે ખોટા સાક્ષીઓ ઉભી કરી ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા છે અનાજ વિતરણમાં વધ ઘટ થતી હોય છે અને ક્યારેક સંચાલકોને પાણ ખોટ ભોગવી પડે છે. ગ્રાહકોને સદર દુકાન અન્ય સંચાલકને ચલાવવા માટે આપેલ હોવાના કારણે અગવડતા પડે છે તકલીફો વેઠવી પડે છે હાલના ચાલુ સંચાલક દર મહિનાના બે કે ત્રણ જ દિવસ રાયગઢ ગામના અનાજ વિતરણ કરતા હોય છે તેથી વિતરણ કરવા માટે બાકી રહેલ ગ્રાહકોને લેકુરવાડી ગામે જવું પડે છે અને ધક્કા ખાવા પડતા હોય છે. રાયગઢ તથા પિંપરીપાડા ગામના રેશનકાર્ડ ધારકોને થતી હેરાનગતિ દુર થાય તે હેતુથી કેસનો નિકાલ આવે ત્યાં સુધી સદર વ્યાજબી ભાવની દુકાન મૂળ સંચાલક શ્રીમતી ઉર્મિલાબેન જીતેન્દ્રભાઈ વસાવે નાઓને પરત સોંપવા એવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહી રાયગઢની સસ્તા અનાજની દુકાન પરત આપવામાં ના આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હળતાળ પર ઉતરવાની ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવમ આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application