Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે કારમાંથી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

  • December 14, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : સોનગઢ નગરનાં સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે તાપી કોમ્પ્લેક્ષની સામે સોનગઢથી વ્યારા તરફ જતા રોડ ઉપરથી પોલીસે ઇંગ્લીશ દારૂનાં જથ્થા બે ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી રવિવારે મોડી સાંજે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે સોનગઢથી વ્યારા તરફ જતાં રોડ પર પ્રોહી.ગુન્હા અંગેની વોચમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મલંગદેવ-ઓટા તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/01/એચએન/7045માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને સોનગઢ તરફ આવે છે. જે બાતમીનાં આધારે પોલીસ સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે તાપી કોમ્પ્લેક્ષની સામે સોનગઢથી વ્યારા તરફ જતા રોડ ઉપર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતી. તે સમયે બાતમીવાળી કાર આવતા જોઈ પોલીસે લાકડીનાં ઈશારે ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાના કબ્જાની કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ આકાશ વિનાયક પાટેલ (રહે.101,ગ્રાઉન્ડ ફ્લોર, સાંઈનાથ સોસાયટી, કાપોદ્રા,સુરત) અને તેની સાથે સવાર સાથીનું નામ સંદીપ શરદભાઈ ઠાકરે (રહે.ધાડને,તા.સાંકરી,જિ.ધુલિયા,મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. જોકે પોલીસે બંનેને સાથે રાખી કારની ડીકીના ભાગે તથા ગાડીની અંદરના ભાગે તપાસ હાથ ધરતા વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 480 બોટલો મળી આવી હતી.પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો સુરતના પાંડેસરા ખાતે રહેતા પંડિત જેનું પૂરું નામ ખબર નથી તેને મહારાષ્ટ્રનાં બેહડગામ તા.સાંક્રી, જિ.ધુલિયા ખાતેથી ભરી આપેલ હતો અને સુરતનાં પાંડેસરા ખાતે પહોંચાડવાનો હતો. આમ પોલીસે વિદેશી દારૂની 480 બોટલો જેની કીંમત રૂપિયા 48 હજાર તથા 2 નંગ મોબઈલ અને સ્વીફ્ટ કાર મળી કુલ રૂપિયા 2,08,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે પકડાયેલા બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે પંડિત નામના ઈસમે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application