વ્યારા તાલુકાના બેડકુવાનજીક ગામમાં આવેલી હેપ્પી હોમ્સ સોસાયટીમાં રહેતો પરિવાર પોતાના ગામ નીકળ્યો હતો કે, ગણતરીના કલાકમાં જ ચોરીની ઘટના સામે આવી હતી અને ચોરટાઓ એ ચોરી કરી નીકળી ગયા હતા.
મળતી માહિતી અનુસાર વકીલ તરીકેનો વ્યવસાય કરતા રણજીતભાઈ નાગજીભાઈ ચૌધરી(ઉ.વ.50) જે બપોરના સમયે સાડા બારેક વાગ્યાની આસપાસ પત્ની તથા દિકરી સાથે તેમના ગામ વાઝરડા ગયા હતા જ્યારે દીકરો સ્કુલમાં અભ્યાસ માટે ગયો હતો. ગામમાં કામકાજ પૂર્ણ કરીને તેઓ પરત અઢી વાગ્યાના અરસામાં ઘરે આવતા મેઈન દરવાજાનું તાળું જોવા મળ્યું ન હતું.
ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશી જોતા ઘરના દરવાજાનું તાળું તોડી સોફા ઉપર મુકેલ હતું અને બીજા રૂમમાં પ્રવેશ કર્યો તો ત્યાં લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો અને કપડા તથા સામાન વેર-વિખેર સ્થિતિમાં પાડ્યો હતો. કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 70,000/- તથા સોનાનો સેટ બુટ્ટી સાથે 3.5 તોલા જેની કીંમત રૂપિયા 1,15,000/-, સોનાનું મંગલસુત્ર નંગ-2 જેની કીંમત રૂપિયા 70,000/-, સોનાની બંગડી નંગ-2 જેની કીંમત રૂપિયા 22,000/-, બુટ્ટી નંગ-6 રૂપિયા 25,000/-, સોનાની ચેઈન પેન્ડલ સાથે 1 તોલા જેની કીંમત રૂપિયા 22,000/-, સોનાની કડી નંગ-2 જેની કીંમત રૂપિયા 19,000/-, ચાંદીના સાંકડા નંગ-4 જોડી જેની કીંમત રૂપિયા 28,૦૦/- મળી કુલ રૂપિયા 3,45,800/-ની ભરબપોરે ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500