વ્યારા નગરપાલિકામાં કોરોનાના કારણે કામો બંધ રહ્યા હતા. કોરોના મહામારીના કારણે નગરના કેટલાક મહત્વના પ્રોજક્ટ પણ અટકી ગયા હતા અને નવા કામો પણ શરુ થતા ન હતા. પરંતુ હાલ કોરોના સંમ્રમણ ઘટતા જેને લઈને કામ-કાજોને ચાલુ કરવા માટેની તૈયારીઓ હાથ ધરી હતી.
જેમાં વ્યારા નગરપાલિકાના ઓફીસના બીજા માળે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત 70 લાખના ખર્ચે આધુનિક કોન્ફરન્સ હોલ બનાવવાનું નક્કી કર્યું હતું, જેનું ખાત મૂહર્ત વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેશભાઈ પટેલ, પ્રમુખ સેજલ રાણા, ઉપપ્રમુખ સુધીર સિંહ ચૌહાણ તેમજ કારોબારી અધિકારી કુલીન પ્રધાન સહીત નગર પાલિકાના હોદેદારો અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application