Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પુલ ઉપરથી કુદવા જઈ રહેલી યુવતીને મહિલા એસ.પી.એ આકસ્મિત રીતે કર્યો બચાવ

  • January 25, 2021 

તાપી જીલ્લાના એસ.પી. સુજાતા મજુમદારે સરપ્રાઈઝ વીઝીટ દરમિયાન ઉકાઈના હિન્દુસ્તાન પુલ પરથી તાપી નદીમાં ઝંપલાવવા જઈ રહેલી એક યુવતીને હોશયારીથી કામ લઈ બચાવી લીધી હતી.

 

 

 

તાપી પોલીસના જણાવ્યા અનુસાર તા.21/01/2021ના રોજ તાપી જીલ્લાના એસપી શ્રીમતિ સુજાતા મજુમદાર ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની સરપ્રાઈઝ વીઝીટમાં હતા. ત્યારે ઉકાઈના હિન્દુસ્તાન પુલ પાસે સાંજના અરસામાં એક યુવતીને રડતી-રડતી નદીના પુલ તરફ દોડતી જતી જોઈ હતી. તેથી મહિલા અધિકારીએ પોતાની કાર રોકી સમયસુચતા વાપરી યુવતીને આગળ વધતી અટકાવી પકડી લઈ પોતાની ખાનગી ગાડીમાં બેસાડી હતી. ત્યારબાદ એસ.પી.એ સાંત્વના આપી પૂછપરછ કરતા યુવતીએ જણાવ્યું હતું કે, તેણીએ તણાવમાં હોય તાપી નદીના પુલ પરથી કુદી આત્મહત્યા કરવા જઈ રહી હતી. ઉકાઈ પોલીસના જણાવ્યા પ્રમાણે નદીમાં ઝંપલાવવા જઈ રહેલી યુવતી વ્યારા તાલુકાની રહેવાસી છે. તેના લગ્ન મહુવા ખાતે થયા હતા. ત્યાં કોઈ અણબનાવ થતા તેણી બસમાં બેસીને સોનગઢ ખાતે રસોયાનું કામ કરતા પિતા પાસે આવી હતી. ત્યાંથી યુવતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવા ઉકાઈના હિન્દુસ્તાન પુલ પર ગઈ હતી.            


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application