વ્યારાના શંકર ફળીયામાં સામાન્ય બાબતને લઈ એક મહિલા સહીત છ જણા વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર કમલેશભાઈ શ્રીરામાનુજ નિશાદ તથા રેખાદેવી રામધવન રામાનુજ નિશાદ સાથે છોકરાને લઈને મંદિરે ગયેલ હોય ત્યારે ત્યાંથી પોતાના ઘરે આવતા હતા. તે સમયે બાકડા પર બેસેલ અંકીતભાઈ ઉર્ફે મોટુ કનૈયાલાલ પ્રજાપતિ, આશિષભાઈ નામદેવભાઈ ભોઈ, તથા અનિલભાઈ ઉર્ફે લાલુ જયંતિભાઈ રાવલ(રહે.શંકર ફળિયું,વ્યારા)પૈકી અંકીતભાઈએ આવીને કહેલ કે, કોને ગાળ આપે છે, કહી ગાલ ઉપર બે-ત્રણ થપ્પડ મારી દેતા રેખાદેવી છોડાવવા આવતા જેને પણ ઢીક્કા-મુક્કીનો મારમાર્યો હતો.
ત્યારબાદ ફરીથી ત્રણેય યુવકોને કમલેશભાઈના ઘરે જઈ ઝઘડો કરી કમલેશભાઈને લાકડાના સપાટા મારી થતા અમરેશભાઈ નિશાદને ઉંચકીને અફાળી દેતા માથામાં ઈજા પહોંચાડી ઢીક્કા-મુક્કીનો મારમારી, તમે અહી કેવી રીતે રહો છો, તમને જોઈ લઈશ તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વ્યારા પોલીસ મથકે ફરિયાદના આધારે બનાવ દાખલ થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500