Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાત મેજિક એકેડમીના પ્રમુખ જાદુગર અભયે રસીનો પ્રથમ ડોઝ લઈને લોકોને રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા

  • June 15, 2021 

દક્ષિણ ગુજરાત મેજિક એકેડમીના પ્રમુખ અને અમેરિકન જાદુગરોની સંસ્થા (આઈ.બી.એમ) દ્વારા તાજેતરમાં યોજાયેલ વિશ્વસ્તરીય જાદુની સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી તાપી જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રનું નામ વિશ્વસ્તરે રોશન કરનાર જાદુગર અભયે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈ લોકોને પ્રોત્સાહિત કર્યા છે.

 

 

 

 

સોનગઢના વડપાડાના વતની જાદુગર અભયે લોકોને વેક્સિનના ફાયદા વિશે જણાવી સૌને કોરોના પ્રતિરોધક રસી લેવા અપીલ કરી હતી. જાદુગર અભય સહિત આ સંસ્થાના ડાયરેક્ટર કલ્પેશ મકવાણા (જાદુગર અને હાસ્ય કલાકાર) એ પણ રસીનો પ્રથમ ડોઝ લીધી છે. કોરોનાની ગંભીરતાને ધ્યાને લેતા જિલ્લાના નાગરિકો સ્વયં રસીકરણ તરફ આકર્ષિત થયા છે.

 

 

 

 

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતા માટે વખતો-વખત કોરોનાકાળમાં કાળજી લેવા તથા સાવચેતી રાખવા અંગે દિશા-નિર્દેશો બહાર પાડે છે. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ આ કપરા સમયમાં લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવા, માસ્કનો ઉપયોગ કરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સમયાંતરે અપીલ કરવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ ૧૫૮૧૮૪ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં ૩૯૪૯૧, ડોલવણમાં ૧૯૭૧૧, વાલોડમાં ૧૮૦૨૧, સોનગઢમાં ૪૫૫૪૭, ઉચ્છલમાં ૧૬૨૯૭, નિઝરમાં ૧૧૭૫૩ અને કુકરમુંડામાં ૭૩૬૪ જેટલા લોકોને અત્યાર સુધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application