Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના રાણીઆંબા ગામમાં જંગલને નુકશાન કરી કબ્રસ્તાન બનાવ્યાનાં આક્ષેપ સામે વિરોધ

  • October 13, 2021 

વ્યારા તાલુકાનાં રાણીઆંબા જુથ ગ્રામ પંચાયત તેમજ ઝાંખરી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમા જંગલને નુકશાન કરી કબ્રસ્તાન બનાવ્યાનાં આક્ષેપને શખ્ત શબ્દોમાં વખોડી આ જૂથ ગ્રામપંચાયત વિસ્તારનાં રહીશો દ્વારા ગતરોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું, જેમાં વ્યારાનાં ઢોંગીઆંબાના જંગલ જમીન કંપાર્ટમેન્ટ નં.284 વાળી જમીન વિશે ખોટી અને અધુરી માહિતી આપી તંત્રને ગેરમાર્ગે દોર્યાનાં આક્ષેપો કરાયા હતા. આવેદનમાં જણાવ્યુ હતુ કે, વાસ્તવમાં કંપાર્ટમેન્ટના પશ્ચિમ દિશા તરફ આદિવાસી સમાજનું વર્ષો જુનુ સ્મશાન છે તેમજ આજ કંપાર્ટમેન્ટમાં રસ્તાની પૂર્વા તરફ દૂર દરગાહનું જુનુ કબ્રસ્તાન છે. ગ્રામ પંચાયત રાણીઆંબા દ્વારા ઠરાવ કરી જુનુ કબરસ્તાન હોવાનું જણાવ્યુ છે. હવે બંને કબ્રસ્તાનમાં જંગલ કે જંગલ જમીનને નુકસાન કરી કબર નથી. ખાતરી પુર્વક જણાવીએ છીએ કે અમો વરસોથી હળીમળીને સાથે રહીએ છે. વધુમાં જણાવ્યુ છે કે, મુસ્લિમ કે અન્ય કોઈ વ્યક્તિએ કબર ખોદી જંગલ તથા જંગલ જમીનને નુકસાન કર્યુ નથી. આદિવાસી સમાજ તથા દરગાહના સ્મશાન ભુમિ વિશે અધુરી માહીતી તેમજ જાહેર જનતા તથા તંત્રને ગેરમાર્ગે દોરી વાતાવરણ ડોહળવાનું કામ કરાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application