વાલોડના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં માસ્ક વગર ફરતા અને ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશીયલ ડીસ્ટન્ટ રાખ્યા વગર જાહેરનામાનો ભંગ કરતા એવા 3 લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાલોડ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારના રોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન વાલોડનાં બુહારી ગામના સાંઈ આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં લુક મેન્સ પાર્લરની દુકાનમાં માસ્ક વગર સંજય શંકર ગામીત રહે.ઉપલું ફળિયું,દાદરિયા ગામ તેમજ ભાવના હોટલ પાસેથી પસાર થતા રોડ પરથી માસ્ક વગર પસાર થતો બાઈક ચાલક આશીફ સરીફ સૈયદ રહે.પુલ ફળિયું,વાલોડ તથા બુહારી ગામના એપીએમસી માર્કેટમાં ધ્રુવી હેર પાર્લરની દુકાનમાં ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશીયલ ડીસ્ટન્ટ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર મેહુલ સુરેશ મૈસુરિયા નાઓને ઝડપી પાડવામા આવ્યા હતા.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તમામ લોકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500