ઉચ્છલમાં જાહેરનામનો ભંગ કરનાર 2 દુકાનદાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવાર નારોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ઉચ્છલના જલદર્શન સોસાયટીમાં રહેતો અને દુકાન ચલાવતો અયુબભાઈ અબુબકરભાઈ ખાટીક તેમજ નવાપુર-ખાબદા જાહેર રોડની પાસે કોંકણી ફળિયાના ફાટા પાસે દુકાન ચલાવતો ધર્મદાસભાઈ વાર્યાભાઈ કોંકણી રહે.સુંદરપુર ગામ, કોંકણી ફળિયું, ઘરની બહાર નહિ નીકળવા તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં અવર-જવર નહિ કરવાનું જાહેરનામું બહાર પાડેલ હોય તેમ છતાં પોતાની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને દુકાનમાં આવતા જતા ગ્રાહકો વચ્ચે કોઈ પણ પ્રકારનું સોશીયલ ડીસ્ટન્સ ન રાખતા પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બે જુદાજુદા બનાવોમાં બે ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500