વ્યારાના અલગ-અલગ વિસ્તારમાં જાહેરમાં માસ્ક વગર ફરતા, સોશીયલ ડીસ્ટન્ટ ન રાખતા અને લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા એવા 15 લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેના અનુસંધાને વ્યારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન વ્યારાના જુદા-જુદા વિસ્તારોમાંથી કોઈ ડીસ્ટન્સ વગર તો કોઈ માસ્ક વગરના આશરે 15 જેટલા લોકોને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કસૂરવાર તમામ લોકો વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાહેરનામાનો ભંગ બદલ કોની કોની સામે થઈ કાર્યવાહી એક નજર
વ્યારાની સાઈ મોલની બાજુમાં આવેલ કિરણ ઢોસા સેન્ટર ખાતે માસ્ક વગર રાકેશ રાજુ નાયકા,
માલીવાડમાં અજંટા રેડિયો સામે કરિયાણાની દુકાનમાં મોઢે માસ્ક વગર જાદિરખાન સિકંદરખાન પઠાણ,
એસ.ઓ.જી. ચોકી નજીક હેર કટિંગની દુકાનમાં મોઢે માસ્ક વગર પ્રિતલ રાજેશ નાયકા,
દાદાજી સર્કલ પાસે બાકડા પર માસ્ક વગર બેસેલ સમીર નબી કાકર તથા સઈદ મોહમદ સફી શાહ,
જનકનાકા પાસેથી પસાર થતો જાહેર રોડ પરથી સોશીયલ ડીસ્ટન્ટ રાખ્યા વગર અક્ષય રણજીત ગામીત, જીતેશ રમેશ ગામીત તથા અંકુર વરુણ ગામીત,
શ્યામ પાન કોર્નર પાસે માસ્ક વગર દેવરખી કાના નંદાણીયા,
શાકભાજી માર્કેટમાં ડુંગળી-બટેકાની અને શાકભાજીની દુકાનમાં સોશીયલ ડીસ્ટન્ટ રાખ્યા વગર જુબેર ચીરાજ મીરજા, મિતેશ મગન ગામીત અને અયુબખાન અબ્દુલખાન પઠાણ,
મુસા રોડ પર આવેલી પૂજા કિરાણા સ્ટોરની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર મદનસિંગ લક્ષ્મણ રાવત,
અપના બજાર જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક વગર પસાર થતો કિમલ રવીન્દ્ર ગામીત,
શાકભાજી માર્કેટમાં આવેલ ઈમરાન બીરીયાની નામની દુકાનમાં ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સોશીયલ ડીસ્ટન્સ સુધ્ધાં ન હતું તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર ઈમરાન અકબર શાહ નાઓને ઝડપી પાડવામા આવ્યા હતો. (એમ.એસ.સૂર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500