વ્યારા ખાતેના શિવમ નગરમાં રહેતા ડો.શૈલેશભાઈ ક્રીપાભાઈ પરમારની દીકરી હિનલ તા.24મી જાન્યુઆરીનાં રોજ સાંજના સમયે એકટીવા મોપેડ ગાડી નંબર જીજે/26/ડી/4508 લઈને વ્યારાના મિશનનાકા પાસે ભરાયેલા મેળામાં ગયા હતા. જ્યાં પાર્કિંગ ગ્રાઉન્ડમાં મોપેડ પાર્ક કરી મેળો જોવા ગયા હતા. ત્યારબાદ મેળો ફર્યા બાદ બહાર આવતા જ્યાં તેમને એકટીવા મોપેડ પાર્ક કરેલ હતું તે જગ્યાએ ગાડી નહિ મળતા આસપાસ શોધખોળ કરી અને કદાચ કોઈકની સાથે એકટીવા એક્ષચેંજ થઈ ગઈ હશે અને પરત ફરશે તેવી આશાથી હિનલ મોડે સુધી તે સ્થળે રોકાઈ હતી.
પરંતુ કોઈ એકટીવા લઈને પરત નહિ આવતા એકટીવાની શોધખોળ વ્યારા ખાતે શરૂ કરી હતી, પણ એકટીવા મોપેડ આજદિન સુધી નહિ મળી આવતા વ્યારા પોલીસને ફરિયાદ આપતા વ્યારા પોલીસે ડો.શૈલેશભાઈ પરમારએ 30 હજારની કિંમતના મોપેડની ચોરી કરનાર અજાણ્યા ચોર વિરુદ્દ ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application