૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકારની લોક્ભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગયો છે, કે જે તમામ પ્રકારની ઇમરજ્ન્સીને પ્રતિસાદ આપવા કટીબધ્ધ છે અને સાથે સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભુતપુર્વ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઇમરજ્ન્સી સેવા ૨૪x૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડીતને સત્વરે ઇમરજ્ન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસમાં ખુબ જ મહત્વપુર્ણ છે.
તારીખ ૨૬મી મે “પાઇલોટ દિવસ” તરીકે ઊજવાય છે અને આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઇમરજ્ન્સી રીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે, ઇ.એમ.ટી.ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે, જેમ કે પીડીતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને કોઇપણ ઇજા કે હાનિ પહોચે નહી. સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ નિયંત્રણ કરવું પણ એ પાઇલોટનું વિશેષ કાર્ય છે.
આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. તારીખ ૨૬મી મે, કટોકટી સમયે, મહામુલી માનવજીદંગી બચાવનારા પાયલેટને સર્મપિત છે કે જેઓ મુશ્કેલભર્યો માર્ગ, માર્ગની પરિસ્થિતિ, સમય, વાતાવરણ અને સ્થળ પરની કપરી પિરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ અને કટિબદ્ધ છે. આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે ૧૦૮ ટીમનો અદ્મ્ય ઉત્સાહ, અખંડીતતા, સહાનુભુતિ, પ્રયોજન અને વહીવટી કુશળતા કે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને ચર્ચાય છે.
આ પ્રસંગે જશવંત પ્રજપતિ, ચીફ ઓપરેટીંગ ઓફીસર, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ-૧૦૮, એ જણાવ્યું કે “૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકને. ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસે “પાઇલોટ”નું બિરૂદ આપેલ છે કે, જે એમ્બ્યુલન્સ માત્ર ચલાવતો નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કોટીની કટીબધ્ધતા, સમપર્ણની ભાવના અને અનોખી જીવનરક્ષક જવાબદારી અદા કરે છે. તેઓ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળ પર પહોચીને જીવન અને મુત્યુના અંતર વચ્ચે સેતુ બને છે. તેઓ મહામુલી જીવન બચાવવા માટે ઇ.એમ.ટીને પણ મદદરૂપ થાય છે અને ઇ.એમ.ટીને પડતી અડચણો પણ દુર કરે છે. અમુલ્ય જીવન બચાવતાં તેઓને અનહદ સંતોષ મળે છે કે જે તેમને તે બાબતનો ઉત્સાહ પુરો પાડે છે. આપણે સૌ એ આવી વ્યક્તિઓ કે જે કટોકટીના સમયે મદદ પુરી પાડવાની પ્રશંસનીય કામગીરી કરે છે તે બદલ દીલ થી તેમનો આભાર માનવો જોઇએ.
સમગ્ર ગુજરાતમાંથી દરેક જીલ્લામાં વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ ૧૦૮, ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું, ધન્વંતરિ આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવેલ. ઇએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ રાજ્યનાં તમામ જીલ્લાંને આવરી લઈ કુલ ૮૦૦ જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનાં કાંફલાં સાથે કાર્યરત છે અને તારીખ ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭થી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં ૧ કરોડ ૪૭ લાખ કરતાં વધુ ઇમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ ૧૫ વર્ષના સમયગાળામાં ૧૩.૬૫ લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી આ સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે ફરજ દરમ્યાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેરહિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
November 23, 2024વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
November 23, 2024Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો
November 23, 2024