વ્યારા નગરમાં જુના બસ સ્ટેશન પાસે કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્સિજન કેમ્પ શરુ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બેડ ન મળતા તેમજ ઓક્સિજન ન મળવો એવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
જયારે આવા કપરા સમયમાં મૂળ વ્યારાના રહેવાસી અને હાલમાં વિદેશમાં રહેતા કેટલાક નાગરિકો જિલ્લાનાં લોકોની મદદે આવ્યા છે. સામાજિક સંસ્થા અને કાનપુરા યુવક મંડળ વ્યારા, સેવાભાવી નાગરિકો અને ડોકટરોના સહયોગથી જુના બસ સ્ટેશનમાં ઓક્સિજન કેમ્પ શરુ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં જે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળી હોય અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને ઓક્સિજન આપવાનું સેવાકાર્ય શરુ કરવામાં આવતા જેનો લાભ જરૂરિયાતમંદ લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application