Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, 1નું મોત, 3ને ઈજા

  • May 06, 2021 

નિઝરના મુબારકપુર ગામની નજીક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું જયારે ત્રણ જણાને શરીરે ઈજાઓ પહોચતા સારવાર અર્થે નિઝરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર તા.ચોથી મે નારોજ નિઝર તાલુકાના મુબારકપુર ગામના બસ સ્ટેશન પાસે એક ઈકો ગાડી નંબર જીજે/26/સીબી/7682 ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઇક્કો મુબારકપુર ગામના પાટીયા પાસે આવેલ લોખંડની લારી સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે આવી આવ્યા હતા. આ અકસ્માતમાં ઇક્કો ગાડીમાં સવાર જયેશભાઈ ગોવાભાઈ પટેલ, રાજેશભાઈ શામજીભાઈ, તેમજ ડ્રાઈવર નિતેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી જયારે વશજીભાઈને માથાના પાછળ તથા શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નિઝરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

બનાવ અંગે  જયેશભાઈ પટેલની ફરિયાદના આધારે નિઝર પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(એમ.એસ.સૂર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application