Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં તા.30મી એ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે

  • July 29, 2021 

તાપી જિલ્લા આયોજન મંડળની બેઠક આગામી તા.૩૦-૦૭-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે પ્રભારી અને રાજ્ય નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશભાઇ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં તમામ મામલતદાર કચેરીના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

 

 

 

આ બેઠકમાં ગત બેઠકમાં થયેલી કાર્યવાહીની નોંધ તથા વર્ષ ૨૦૨૧-૨૨ વિવેકાધીન જોગવાઇ તાલુકાકક્ષા પ્રોત્સાહક જોગવાઈ, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર હેઠળની નવી દરખાસ્તો મંજુર કરવા, તાલુકાવાર અને નગરપાલિકાવારની યાદી અંગે ચર્ચા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમના મંજુર થયેલ કામોમાં થયેલ ફેરફારોને બહાલી આપવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) માટેની ખાસ પ્લાન યોજનાના કામો મંજુર કરવા તથા જુન-૨૦૨૧ સુધી થયેલ કામોની સમીક્ષા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application