મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કુપોષણને દુર કરવા માટે ICDS સોનગઢ ઘટક-૧ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં કુપોષણ મુક્ત એક પગલા સ્વરૂપે સ્પર્શ ફાઉન્ડેશન જે.કે.પેપર મીલ લીમીટેડ સોનગઢના સૌજન્યથી આ વિસ્તારના ૧૦૫ અતિ કુપોષિત બાળકોને વાલીઓની હાજરીમાં નાગલીના લાડુની પોષણ કીટનું માનનીય જિલ્લા વિકાસ અધીકારી ડી.ડી.કાપડિયા અને સ્પર્શ ફાઉન્ડેશનના E.V.P.W મુકુલ વર્માના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ડી.ડી.ઓ કાપડિયાએ કુપોષણને દુર કરવાના પગલાઓ રૂપે THRના પેકેટના યોગ્ય ઉપયોગ થકી બાળકોમાં પોષણ અંગે તેમજ વાલીઓને પોષણ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારના બાળકો જ્યા સુધી કુપોષણ મુક્ત ના થાય ત્યાં સુધી તેમણે પોષણ કીટ આપવામાં અંગે જણાવી ઉપસ્થિત સૌને આપણા જિલ્લાના તમામ બાળકો કુપોષણ મુક્ત થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application