તાપી જિલ્લામાં મતદાન માટે શ્રમિકોને રજા રહેશે જેથી તેઓ લોકશાહીનાં પર્વમાં અમૂલ્ય ફાળો આપી શકે.
જિલ્લામાં આગામી દિવસોમાં નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.28.02.2021નાં રોજ યોજાનાર છે. ચૂંટણીમાં તમામ નાગરિકો/મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તમામ મતદારો આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેય તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓને રજા મંજૂર કરવા અંગે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application