તાપી જિલ્લામાં કોરોનના કાળમાં રોજગાર-ધંધા બંધ થવાથી ગરીબ, મધ્યમવર્ગી પરિવારોની આર્થિક સ્થિતી કથળી છે, તેવા સમયે નવું શૈક્ષણીક સત્ર શરુ થતા વિધાર્થીઓને ફી ભરવા મુદ્દે મુશકેલીનો સામનો કરવો પડશે.
જેથી વિધાર્થીઓના હિતમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા તાપી દ્વારા અધિક કલેકટર મેજીસ્ટ્રેટ તાપીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની ખાનગી અને સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તેમજ નવો પ્રવેશ મેળવનાર વિધાર્થી ઓની ફી ભરવામાં રાહત આપવામાં આવે તેમજ ધોરણ-૧૧નાં નવા પ્રવેશ માટે વર્ગો અને બેઠકો વધારવામાં આવે, કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં માતા-પિતા કે ભાઈ ગુમાવી ચૂકેલ વિધાર્થીઓની ફી માફી આપવા યોગ્ય નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવે તેવી માંગણી કરીએ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500