રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉકાઈ ડેમની મુલાકાત લઇ તાપી મૈયાની પૂજા-અર્ચના કરી હતી. મંત્રીએ ઉકાઈ ડેમ ખાતે ઉકાઈ જળાશયમાં શ્રીફળ અર્પણ, આરતી કરી નીરના વધામણા કર્યા હતા. મંત્રીએ વિપુલ જળ રાશિનું પૂજન અર્ચન કરતા ધન્યતા અનુભવી હતી. પૂજા-અર્ચના કરી મંત્રીએ ઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહિત પાણીની સપાટી, છોડવામાં આવી રહેલ પાણીનો જથ્થો સહિત ડેમની ટેક્નીકલ જાણકારી મેળવી હતી. તેમણે ડેમનો કેચમેન્ટ એરિયા, પાણી છોડવાના ગેટ, ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી, વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓની સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, ડેમના અધિક્ષક ઈજનેર, કા.પા.ઈ., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ, સિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મંત્રીએ ઉકાઈ ખાતેથી શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500