ઉચ્છલ તાલુકાનાં આમોદા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો બુધવારે સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, આમોદા ગામમાં રહેતા સુદામભાઈ રમેશભાઈ વળવીએ વગર પાસ પરમિટે પોતાના ઘરના પાછળના પજરીના ભાગે એક પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈની ફરિયાદના આધારે સુદામ વળવી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application