Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના વોર્ડ નંબર-4નાં સ્થાનિકોએ ગટરનું ગંદુ પાણી નગરપાલિકાની ઓફિસમાં રેડી કર્યો વિરોધ

  • September 29, 2021 

વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર-4માં છેલ્લા કેટલાક સમયથી શ્રદ્ધા રેસીડેન્સીના રહીશોને ગટરની સુવિધા ન મળવાના કારણે મુશ્કેલી વધી રહી છે. અગાઉ પણ કચરાનો ન લેવાતા સ્થાનિકોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો પરંતુ ત્યારબાદ ફરી પાછું ગતરોજ સ્થાનિકો દ્વારા ગટરનું ગંદુ પાણી લાવી નગરપાલિકાની ઓફિસ રેડીને વિરોધ કર્યો હતો. જેને લઈને પાલિકાના સત્તાધીશોમાં મુશ્કેલી વધી હતી તેમજ સ્થાનિકોની સમસ્યા નિવારણ કરવા માટે વાતચીત ચાલુ કરી સાંજે કામગીરી હાથ ધરાવતા સ્થાનિકોનો રોષ શાંત થયો હતો. શ્રધ્ધા રેસિડેન્સીમાં પાલિકા દ્વારા વેરા વસૂલવા છતાં ગટર, રોડ અને વીજળી સહિતની સુવિધાનો પૂરતો લાભ અપાતો નથી તથા આરોગ્યલક્ષી સહિતની સેવા પણ નહીં મળતાં પાલિકા પર હલ્લાબોલ કાર્યક્રમ આપ્યો હતો. આ વિસ્તારમાં ગંદકી બાબતે સ્થાનિકોએ રજૂઆત કરી હતી. પરંતુ કોઇ પગલાંન લેવાતા સ્થાનિકો દ્વારા શ્રદ્ધા રેસિડન્સીમાં નીકળતું ગટરનું ગંદુ પાણી ભરી લાવ્યા હતા અને નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં ગંદુ પાણી રેડીને વિરોધ કર્યો હતો જેને લઇને ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ તેમજ નગરપાલિકાના વિવિધ સભ્યો દ્વારા વોર્ડ નંબર-4નાં રહીશો સાથે મુશ્કેલી બાબતે ચર્ચા શરૂ કરી હતી અને બપોર બાદ અધિકારીઓ દ્વારા શ્રદ્ધા રેસીડેન્સીની મુલાકાત લીધી હતી.

 

 

 

 

 

આમ, નાગરપાલિકાએ સ્થાનિકો સાથે સમસ્યાના નિકાલ કરવા વાતચીતની શરૂઆત કરી હતી જેને લઇ મામલો થાળે પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યારા નગરપાલિકાના વિકાસના કામો માત્ર ચોપડા થઈ રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે લોકોએ પોતાના કામ કરવા માટે આવા વિરોધ કરવા પડી રહ્યા છે, જેને લઇને નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application