Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલકવા-ગોડધા ગામે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ

  • August 31, 2021 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કલકવા-ગોડધા ચૌધરી ફળિયામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં આદિવાસી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં વડીલો દ્વારા શરૂ કરાયેલ પરંપરાગત ૨૪ કલાક અખંડ ભજન અને ધૂન કરવામાં આવે છે અને જે છેલ્લા ૩૫ વર્ષ કે તેથી વધુ સમયથી આ પરંપરા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એકતાની ભાવનાના દર્શન થાય છે. કૃષ્ણ જન્મોત્સવના બીજા દિવસે પણ ગામમાં ભજનોની રમઝટ સાથે મટકીફોડ કાર્યક્રમ થકી ખેલૈયાઓ અનેરા ઉત્સાહથી ભક્તિના રંગે રંગાઈ જાય છે. સમગ્ર ગામમાં કાનાની પાલખી દર્શન માટે ફેરવવામાં આવે છે તેમજ દરેક ઘરે કાનાનુ પારણું લોકો ઝુલાવે છે અને ધન્યતા અનુભવે છે.

 

 

 

 

 

કલકવા-ગોડધાના ખેલૈયા પ્રદિપભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ૩૬માં વર્ષની ઉજવણી કરી હતી. સૌ ભાવિક ભક્તો ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક ભજનો ગાઈ, પાલખી યાત્રા, મટકીફોડ જેવા કાર્યક્રમોમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા તેમજ સૌ ગ્રામજનો જન્માષ્ટમીના બીજા દિવસે સમૂહ ભોજન કરે છે. અબાલવૃદ્ધ સૌ ભેગા મળી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે અને ગામમાં આવા ધાર્મિક ઉત્સવોથી એકતાની સમૂહ ભાવના કેળવાય છે. કલકવા-ગોડધામાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application