વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર-3માં છેલ્લા કેટલાક સમયથી વરસાદી ગટરના અભાવે ચોમાસુ શરૂ થઈ જવાની સાથે જ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ રહી હતી, જેને લઇને ચોમાસા દરમિયાન સ્થાનિકોને રહેવા સહિત અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ થઈ રહ્યો હતો. વિવિધ સમસ્યાને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વરસાદી ગટર બનાવવાની માંગણી કરી હતી. જેને લઇને વ્યારા નગરપાલિકા વોર્ડ નંબર-3માં આવેલ જુનાપાવર હાઉસ અને અભિષેક એસ્ટેટની બાજુમાં લાંબા સમયથી વરસાદી ગટરની માંગણી મંજૂર થઈ હતી. પાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત આગેવાનોની ઉપસ્થિતમાં વોર્ડ નંબર-3માં વરસાદી ગટરના કાર્યનું શુભ શરૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિકોમાં વરસો જુના ગટરના પાણીની સમસ્યા છુટકારો મળવાની પગલે આનંદ વ્યાપી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application