કુકરમુંડા તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલ સાતપૂળા પર્વતના જંગલોમાં રહેતા દીપડાઓ પાણીની કે ખોરાકની શોધમાં જંગલમાંથી કુકરમુંડાના હદ વિસ્તારોમાં નીકળી આવતા હોય છે. જયારે કુકરમુંડા સીમમાંથી પસાર થતી તાપી નદીમાં આવા ખૂંખાર વન્યપ્રાણીને પાણી સરળતાથી મળી રહે છે અને તાપી નદી કિનારાઓ અડીને શેરડીના મોટા-મોટા ખેતરો આવેલ હોવાથી જંગલોમાંથી નીકળી આવેલા ખૂંખાર દીપડોને વસવાટ કરતા હોય છે અને ખેડૂતોના પાલતુ પશુઓનું શિકાર કરીને પોતાનો ખોરાક પણ મેળવતા હોય છે.જેમાં કુકરમુંડાનાં ઉટાવદ ગામના સોનુભાઈ ઉરશા પાડવીના બે બકરીઓ, અર્જુન પાડવીની બે બકરી, કોકિલાબેનની એક બકરી, અમૃતભાઈ નાઈકની એક બકરી, ભરતભાઈની એક બકરી, શિરેશભાઈ વસાવેની બે બકરીઓ લઈને વલ્લભભાઈ ગામની સીમમાં બકરીઓ ચરાવવા જતા ત્યાંથી દીપડાએ એક બકરીનો શિકાર કરી ગયો હતો. જોકે ઉટાવદ ગામના પશુપાલોકોના કાચા છાપરામા બાંધેલા બકરાઓનું ખૂંખાર દીપડાએ શિકાર કરી ગામના આજુબાજુ વિસ્તારના ખેતરો ખેંચી લઈ જઈને ફાડી ખાઈ ગયો હતો. આ વિસ્તારમાં દીપડાઓને પકડવા વન વિભાગને પાંજરું મુકવા અંગે જાણ કરવામાં આવી છે. પરંતુ હવે દીપડો જ્યાં સુધી પાંજરે ના પુરાય ત્યાં સુધી ગામનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application