વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત દ્વારા તાલુકાના ગામોમાં રસ્તા પાણીની સુવિધા વધારવા માટે સતત આયોજન બદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે. લખાલી ગામે નદી ફળીયા તરફ જતો ડામર રસ્તો 40 લાખ અને કરંજવેલ ગામે મુખ્ય રસ્તાથી સરદાર ફળિયાને જોડતો ડામર રસ્તો 40 લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી, તાલુકા પંચાયતના સભ્ય સભ્યો, લખાલી ગામના સરપંચ, કરંજવેલ ગામના સરપંચ તેમજ માજી સરપંચ તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application