Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગટર લાઈનના અભાવે ગંદુ પાણી રસ્તા પર આવી જતા લોકો પરેશાન

  • October 05, 2021 

કુકરમુંડા તાલુકાનાં હથોડા ગામમાં ગટર લાઈનના અભાવે ડામરના રસ્તાઓ ઉપર ગામના લોકોનું ઘર વપરાશનું વેસ્ટ થયેલું ગંદુ પાણી અને વરસાદી પાણીનો ભરાવો થતા ગામના લોકો હેરાન પરેશાન થઇ રહયા છે. હથોડા ગામમાં ગટર લાઈનની સુવિધાના અભાવ હોવાના કારણે વરસાદી માહોલમાં ગામ લોકોનું ઘર વપરાશનું વેસ્ટ થયેલું ગંદુ પાણી અને વરસાદી પાણી ડામર રસ્તા ઉપર આવી જતા મચ્છરોનું ઉપદ્રવ વધી રહયો છે. જેના લીધે ગામના લોકોમાં જીવલેણ રોગ ફાટી નીકળવાનો ભય લાગી રહયો છે.

 

 

 

 

 

આમ, ગામના લોકોના ગંદા પાણીના નિકાલ કરવા માટે ગામમાં પાકી ગટર લાઈન સુવિધાઓ ન હોવાથી પાણી રસ્તા ઉપર આવી જાય છે જેથી ગામમાં ભર ચોમાસામાં વરસાદી પાણી અને ગામ લોકોના ઘર વપરાશનું વેસ્ટ થયેલું ગંદુ પાણીનું નિકાલ નહી થતા ગામમાં બનાવેલ ડામરના રસ્તા ઉપર પાણી આવી જતા રસ્તા ઉપરથી પસાર થતા લોકો તેમજ ફળીયાના લોકો અને ગામજનો હેરાન પરેશાન થઇ રહયા છે. જેથી વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપી હથોડા ગામમાં પાકી ગટર લાઈનની સુવિધાઓ તાત્કાલિક ધોરણે આયોજન કરાવે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application