નિઝર તાલુકાના ખોડદા ગામે પ્રેમી પંખીડાએ કપાસમાં છાંટવાની જંતુ નાશક દવા પી લેતાં બંને બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નિઝર ખાતે આવેલ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા, જ્યા પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને પ્રેમીને વધુ સારવાર માટે નંદુરબારના સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનવાની વિગત એવી છે કે, સોનગઢ તાલુકાના ઘાશીકુવા ગામના અસ્મિતાબેન ગુરુજીભાઈ કાળિયા અને નિઝરના ખોડદા ગામના પંકજભાઈ અનિલભાઈ વળવી છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. જેથી અસ્મિતાબેન ખોડદા ગામે પંકજના ઘરે રહેવા માટે આવી ગયી હતી, જે બાબતની જાણ પ્રેમિકાના પિતાને થતાં સગા સંબંધીઓ તથા આગેવાનો બંને પક્ષ ખોડદા ગામે ભેગા થયા હતા. ત્યારબાદ બંને પક્ષના આગેવાનો તેમજ સગા-સંબંધીઓ પ્રેમિકાને પોતાના ઘરે ઘાશીકુવા ગામે જવા સમજાવ્યું હતું.
પરંતુ પ્રેમિકાએ છેક સુધી ના પડતા આખરે પિતાએ પુત્રીને કહ્યું કે, તારી બંને બહેનોના લગ્ન બાકી છે. તું ઘરે નહી આવે તો સમાજમાં આબરૂ જશે એમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પ્રેમિકા અસ્મિતા અને પ્રેમી પંકજને મિલન શક્ય ન દેખાતા આખરે બંનેએ કપાસમાં છાંટવાની કીટનાશક ઝેરી દવા પી લીધી હતી. જેને લઇ બંને બેભાન થયા હતા અને બંને બેભાન હોવાથી નિઝર ખાતે આવેલ સરકારી દવાખાના સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને પ્રેમીને વધુ સારવાર માટે મહારાષ્ટ્ર રાજયના નંદુબાર ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મરણ જનાર પ્રેમિકા અસ્મિતાના પિતાએ નિઝર પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500