વ્યારા નગર માટે સ્વચ્છ અને સુંદર વ્યારાનું સૂત્ર અપાય છે. પરંતુ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ બાબતે યોગ્ય કામગીરી હાથ ધરી નથી, જેને લઇને નગરમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. વ્યારા નગરના તળાવની ફરતે સાફ સફાઇના અભાવે કચરાના ઢગલા જામી ગયા હતા. વ્યારાના તળાવના ફરતે સવાર અને સાંજે ચાલવા આવતા સિનિયર સિટીઝનો દ્વારા તળાવની ફરતે પડી રેહલા કચરારો આવતા જતા નજરે પડે છે. જેથી સિનિયર સીટીઝનના એક ગ્રુપએ આ કચરાને ઊંચકીને એક જગ્યાએ ઢગલો કર્યો હતો અને સ્વચ્છ વ્યારા સુંદર વ્યારા સૂત્રને ટકાવી રાખવામાં જહેમત ઉઠાવી હતી. બીજી તરફ નગરપાલિકા દ્વારા માત્ર ચોપડા ઉપર જ વ્યારા ચલાવ્યા કરે છે. વ્યારા નગરપાલિકા દ્વારા તાકિદે તળાવની ફરતે સાફ-સફાઈ કરાવે તેવી માંગ નગરજનોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application