આગામી દિવસોમાં યોજાનાર પોલીસ ભરતી અંગે ઉમેદવારો સારો દેખાવ કરે તે ઉદ્દેશ્યથી તાપી પોલીસ દ્વારા એક માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હાજર એક ઉમેદવારનું મોત નીપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લામાં વ્યારાનાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભરતી અંગેના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું મોત થયું હતું.જોકે આ યુવક સોનગઢના ડોસવાડા ગામમાં રહેતા મેહુલ ગામીત હતો જે હાલ જીઆરડીમાં સોનગઢ ખાતે ફરજ બજાવતો હત અને મૃતક ગતરોજ પોલીસ ટ્રેનિંગ ખાતે એલઆરડીની ટ્રેનિંગ માટે વ્યારા ખાતે આવ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. ત્યારબાદ યુવકનાં મૃતદેહને પીએમ માટે વ્યારા સિવિલ લવાયો હતો, ઘટનાને પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓ વ્યારા સિવિલ ખાતે પહોંચ્યા હતા અને મૃતકનું પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વધુમાં તો મૃતક યુવકના પીએમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application