Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માણેકપુર ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમ સામે ગુનો દાખલ

  • June 13, 2021 

ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી શનિવારે બપોરે પ્રોહી. જુગાર અંગેની રઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, માણેકપુર ગામના પટેલ ફળિયામાં ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન સ્થળ પરથી જેરમાભાઈ દેવજીભાઈ વળવી જે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપાઈ ગયા હતા. પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે જુગારના સાધનો સહિત રોકડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જેરમા વળવી વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application