સામાન્ય સમય મા ઘરેલુ હિંસા ના કોલ 24 થી 26 ટકા જેટલાં રહેતા હતા જે કોવીડ 19ના સમયગાળા દરમિયાન 42 થી 44 ટકા જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું લોકડાઉન ના સમય મા પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24કલાક પોતાના જાન ના જોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલા ને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરી છે,
આ સેવા ઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ટ ઉદાહરણ છે અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખ મા સહયોગી બની હિંમત સાથે જિંદગી જીવવાનો અને મુશ્કેલી નો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે..
ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન ને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે. GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેંટર દ્વારા અભયમ હેલ્પલાઇન નું સંચાલન થઈ રહેલ છે ગુજરાત ની પીડિત કે મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓ ને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે.
જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સાહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણ મા ઉપયોગ કરી રહી છે જેમાં ઘરેલુ હિંસા હોય, કામ ના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયા ના માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24કલાક અભયમ ની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે.
તાપી જિલ્લાની કામગીરી પર એક નજર કરીએ.....
ઘરેલું હિંસાના 2598 કેસ, પાડોશી સાથે ઝગડો 409 કેસ, ટેલીફોનીક/મોબાઈલ દ્વારા હેરાનગતિ 130 કેસ, વ્યસન-આલ્કોહોલ દ્વારા હેરાનગતિ 1195 કેસો, અને બાળલગ્ન અટકાયત બાબતના 9 કેસો મળી કુલ 3,341 કેસો મળ્યા હોવાનું 181 અભ્યમ-તાપી ટીમ દ્વારા જાણવા મળ્યું છે...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500