Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી દરમિયાન કોઇપણ પ્રાર્થના સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી

  • January 28, 2021 

તાપી જિલ્લામાં આગામી તા.28.02.2021ના રોજ જિલ્લા,તાલુકા અને નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ જળવાઇ તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો મુકયા છે.

 

 

 

જે મુજબ ચુંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ ઉમેદવારે તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તાત્કાલિક અસરથી તા.06/03/2021 સુધી સમગ્ર તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application