વ્યારા નગરના ઢોડીયાવાડ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વાર્ષિક સાધારણ સભા બાબતે દ્વારા રજૂઆત કરાઇ હતી બીજી તરફ સભાને વર્ચ્યુઅલ ન કરી ફિઝિકલી સભા કરવા જિલ્લા રજીસ્ટરને માંગ કરી હતી. વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના સભાસદોએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને એક અરજ કરવામાં આવી જેમાં દૂધ ઉત્પાદક મંડળીના આગામી વાર્ષિક સાધારણ સભા તારીખ 30/09/2021ના રોજ થનાર છે, સદર મીટીંગ કમિટી દ્વારા કાયદાની જોગવાઇ મુજબ નિયત સમય મર્યાદામાં મોકલવામાં આવેલ નથી, કારણકે મંડળીના પેટા કાયદાની કલમ 8(6) મુજબ સાધારણ સભા બોલાવતા 14 દિવસની નોટિસ આપવી મેન્ડેટરી છે.
પરંતુ સદર મીટીંગના એજન્ડા તા.25/09/2021ના રોજ દરેક સભાસદને મોકલવામાં આવેલ છે, વાર્ષિક સાધારણ સભાના અહેવાલ પણ છાપવામાં આવેલ નથી કે એજન્ડા સાથે મોકલવામાં આવેલ નથી, જેથી સદર મીટીંગ સદંતર ખોટી અને ગેરકાયદેસર રીતે થનાર છે, મંડળી તથા તેના હોદ્દેદારો દ્વારા સદંતર ખોટું અને પેટા કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, મંડળીના પેટા કાયદા મુજબ સાધારણ સભા વર્ચ્યુઅલી કરવાની કોઇ જોગવાઈ નથી, મંડળીના સભાસદ સામાન્ય વ્યક્તિઓ છે, તેઓ પાસે સ્માર્ટફોન નથી, સુવિધા પણ નથી, સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ પણ લઇ શકે તેમ નથી, સામાન્ય સભા તટસ્થ રીતે થઈ શકે તેમ નથી, જો કોઇ વ્યક્તિને કોઇ કામ બાબતે વાંધો લેવો હોય કે કોઈ વસ્તુ વિષયવસ્તુ બાબતે વોટીંગ કરવું હોય તો પણ વર્ચ્યુઅલ મિટિંગમાં થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત કોવિડ 19ની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં નહિવત જેવી થઈ ગઈ છે, તેમજ કોવિડ-19 પાલન કરીને ફીઝીક્લ મીટીંગ બોલાવી શકાય તેટલા જ જેટલા સભાસદો છે, છતા મંડળી કે તેના કમિટી સભ્યો દ્વારા રૂબરૂં મીટીંગ કરવામાં આવતી નથી, બલ્કે મંડળીના કમિટીના સભ્ય દ્વારા જાણી જોઈને સાધારણ સભા વર્ચ્યુઅલી રાખવામાં આવી છે, જે મંડળીનો તથા તેના હોદ્દેદારોનું કૃત્ય તદ્દન ખોટું, પેટા કાયદા વિરુદ્ધનું તેમજ ગેરકાયદેસર જણાય આવે છે, તેને લઈ હોદ્દેદારો તેમજ અધિકૃત અધિકારીઓને તા. 30ના રોજ ફિઝિકલી સાધારણ સભા યોજવા આદેશ કરવા ઘટતું કરશો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500