Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં અલગટ ગામેથી દીપડી પાંજરે પુરાઈ

  • December 15, 2021 

વાલોડ તાલુકાનાં અલગટ ગામમાં ખેતરોમાં દીપડાની અવરજવર હોવા અંગે તથા દીપડો દેખાવાના પગલે અને દીપડાના પંજાના નિશાન અને ચિન્હો નજરે પડતાં ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો, જેમાં સાત દિવસ દરમિયાન રાજપૂત ફળિયામાં દીપડીએ આવી સાતથી આઠ મરઘાંઓનો શિકાર કરી જવાની ઘટના બની હતી. દીપડી દ્વારા મારણ કરી જતા ગ્રામજનોએ દિપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓને જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓ અને ડબ્લ્યુસીસીબીના સભ્ય સાથે અલગટ ખાતે બે દિવસ અગાઉ રાજપૂત ફળિયામાં હિતેશભાઈ ટેલાભાઈ ચૌધરીનાં ઘર પાસે રૂબરૂ સ્થળ ચકાસણી કરી પાંજરું મુકવામાં આવ્યું હતું.જોકે આ પાંજરૂ મારણ સાથે મુકવામાં આવતા રાત્રી દરમિયાન મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારબાદ ડબ્લ્યુસીસીબીના મેમ્બરને આ અંગે જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ સાથે સ્થળ પર આવી દીપડી હોવાની ઓળખ કરી દીપડીનો કબ્જો લઇ સવારે વાલોડ ખાતે વનવિભાગની નર્સરી પર લાવવામાં આવી હતી. દિપડીનો કબ્જો લઇ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાત્રે ગાઢ જંગલમાં છોડવામાં આવશે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દીપડી આશરે ત્રણથી ચાર વર્ષીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application