Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબરઘાટ ગામ નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક યુવકનું મોત, બે ઘાયલ

  • September 29, 2021 

ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતી એક એક્ટિવા મોપેડના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા ઉપર સ્લીપ થઈ જતા આ અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત થયું હતું, જ્યારે તેની પાછળ બેઠેલા બેને ગંભીર ઇજા થઇ હતી.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલના નારણપુર ગામે રહેતા જયેશભાઇ કાથુડ જે મોપેડ નંબર જીજે/26/એસી/0188 ઉપર નાના ભાઈ નરેશ કાથુડ અને તેની પત્ની આરતીબેનને બેસાડી સામાજીક કામ અર્થે જવા નીકળ્યા હતા. તે દરમિયાન એકટીવા મોપેડ બાબરઘાટ ગામની સીમમાં આવેલા રસ્તા પરના વળાંકમાં થઈ પસાર થઈ રહી હતી. તે સમયે મોપેડ ચાલક જયેશભાઇએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં એકટીવા મોપેડ રોડ સાઈડ પર સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક જયેશભાઇ કાથુડને માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા થતાં તેનું ઘટના  સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે મોપેડના પાછળ બેઠેલા નરેશભાઈને જમણાં પગમાં અને આરતીબેનને ગાલ અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નરેશ કાથુડે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application