કુકરમુંડા તાલુકામાં મોદલા ગામની વર્ગ શાળાનું શૈક્ષણીક કાર્ય એક જ શિક્ષક સંભાળી રહ્યા હોવાથી બાળકોના ઘડતરમાં કમી રહી જવાની આશંકા સાથે વાલીઓએ શાળામાં શિક્ષકોની પૂર્તતા કરવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, કુકરમુંડાના મોદલા ગામે આવેલી આદર્શ પ્રાથમિક શાળામાં ધોરણ-1 થી 5માં અંદાજીત 80 બાળકો અભ્યાસ કરે છે જે બાળકોને હાલમાં એક જ શિક્ષક ભણાવી રહ્યા છે. જયારે બધા જ ધોરણનો અભ્યાસક્રમ નિયત સમયમાં પૂર્ણ કરવો તેમજ અન્ય વહીવટ કામકાજો કરવાના રહેતો હોય, જેમાં બાળકોને પુરતું શિક્ષણ ન મળતા ભવિષ્ય જોખમાય તેવી ચિંતા વાલીઓમાં જોવા મળી છે. હાલના કોરોના કાળમાં બાળકોના શિક્ષણ ઉપર ઘેરી અસર થઈ છે. પરંતુ શાળામાં માત્ર એક જ શિક્ષક પાસે જો પાંચ-પાંચ ધોરણની જવાબદારી રહેશે તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બનવાની શક્યતા રહેલી હોવાથી તાત્કાલિક જરૂરી નિર્ણય લઈ શિક્ષકોની ઘટને દુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application