ઉચ્છલના આનંદપુર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર 2 વર્ષ પહેલાં કારની અડફેટે આવતા એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં કાર ચાલકને ઉચ્છલ કોર્ટે 1 વર્ષની સજા અને રૂપિયા 3 હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ઉચ્છલના આનંદપૂર ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર હોટલ ફળીયા પાસે ગત તા.31/03/2019ના રોજ મૃતક મહિલા સારજીતબેન બસાભાઈ ગાવીત રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે તેમને એક હોન્ડા સીટી કાર નંબર એમએચ/06/એએન/8660ના ચાલકે તેમને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળ પરજ મોત નિપજ્યું હતું.
આ ઘટના અંગે મૃતક મહિલાના પરિવારજનોએ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કેસની સુનાવણી ઉચ્છલ કોર્ટમાં ચાલી હતી. બન્ને પક્ષોની એટલે કે આરોપી પક્ષના વકીલ અને ફરિયાદી તરફે વકીલ એસ.એસ.વળવી નાઓની રજૂઆત સાંભળી ઉચ્છલકોર્ટના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.એલ.પરમાર સાહેબ નાઓએ કાર ચાલક આરોપી ધીરજભાઈ અરુણભાઈ ઠાકરે (રહે,વિનોબા સોસાયટી ઉધના,સુરત) નાને એક વર્ષની સજા અને રૂપિયા 3 હજારનો દંડ ફટકાર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500